Since 1975

ખેડૂત સમુદાયની સેવા કરવી

સાગરલક્ષ્મીમાં અમે દરરોજ આ જ કરવાનો પ્રયત્ન કરીએ છીએ! દરેક ખેડૂતના જીવનમાં સારો પ્રભાવ પાડવો જેથી તેઓ સમગ્ર રાષ્ટ્ર માટે જે પાકનું ઉત્પાદન કરે છે તે વધુ ને વધુ મેળવી શકે. બિયારણ એ એક એવી વસ્તુ છે જે ખૂબ નાનું હોય છે, પરંતુ સમગ્ર રાષ્ટ્રના ખોરાક માટેના પાકનું ઉત્પાદન કરવા માટે  આપણા ખેડૂતોને તે જ મદદ કરે છે. બિયારણ એ માત્ર પાકનું નહીં, પણ ખેડૂતનું જીવન છે. ખેડૂતોને સારો પાક લેવા માટે તેમને ગુણવત્તાયુક્ત બિયારણની જરૂર હોય છે.

આપણે એક કૃષિપ્રધાન દેશમાં રહીએ છીએ જ્યાં ખેડૂતોને રાષ્ટ્રની કરોડરજ્જુ માનવામાં આવે છે. સંસ્કૃતિઓ, સમાજ અને દેશ તેના ખોરાક માટે કૃષિ પર ખૂબ જ નિર્ભર રહે છે. રાષ્ટ્રની પ્રગતિ કૃષિના વિકાસ પર ઘણો આધાર રાખે છે.

સાગરલક્ષ્મી એગ્રીસીડ્સ પ્રા. લિ.ની સ્થાપના ખેડૂતોની જરૂરિયાતો અને ગુણવત્તાયુક્ત પાકનું ઉત્પાદન કરવાની તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. અમે ખેડૂતના જીવનમાં એક બિયારણનું મહત્વ સમજીએ છીએ. જ્યારે ગુણવત્તાયુક્ત બિયારણ ઉત્પન્ન કરવાની વાત આવે ત્યારે અમે અગ્રેસર છીએ. ગુણવત્તાયુક્ત બિયારણ આપવાનો અમારો વારસો ચાલુ રહે છે કારણ કે અમે સતત સમયની સાથે રહીએ છીએ અને સંશોધન અને વિકાસની વાત આવે ત્યારે ખૂબ કાળજી રાખીએ છીએ.

અમારા રિસર્ચરની ટીમ મૂલ્ય ઉમેરતા બિયારણના ઉત્પાદનમાં સતત વિગતવાર રિસર્ચ અને વિકાસ કરે છે. હાઇબ્રિડ પર વધુ ભાર મૂકીને, અમે એ પણ સુનિશ્ચિત કરીએ છીએ કે અમે જે બિયારણ ઉત્પન્ન કરીએ છીએ તે ખેડૂતો માટે વાપરવા યોગ્ય હોય.

સખત મહેનત અને સમર્પણ દ્વારા, અમે નોટિફાઇડ અને પ્રોપ્રાઇટરી બિયારણ માટે સીડ માર્કેટમાં નોંધપાત્ર નામના મેળવી ચૂક્યા છીએ. સમયની સાથે સાથે, સાગરલક્ષ્મી એગ્રીસીડ્સ પ્રાઈવેટ લિમિટેડ એક લોકપ્રિય બ્રાન્ડ નામ અને અગ્રણી બિયારણ કંપનીઓમાંની એક તરીકે ઉભરી આવી. અને અમે ગુણવત્તાયુક્ત હાઇબ્રિડ બિયારણ પ્રદાન કરીને અને કૃષિ ઉદ્યોગમાં ક્રાંતિ લાવીને ખેડૂતોના જીવનમાં યોગદાન આપતા રહેવાનું વચન આપીએ છીએ.


વિઝન: હાઇબ્રીડ બિયારણમાં સતત નવીનતા દ્વારા ખેતીમાં ક્રાંતિ લાવવા અને કૃષિ બીજ ઉદ્યોગોમાં વૈશ્વિક લીડર બનવા માટે.

મિશન: ગુણવત્તાયુક્ત બિયારણ વિકસાવવા જે કૃષિ ક્ષેત્રના પડકારોને પહોંચી વળે અને ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનમાં મદદ કરે.


સાગર શક્તિ નોટીફાઈડ વેરાયટી થયેલ છે

અમારો અનુભવ અને કાર્ય ઇતિહાસ

  1. દિલીપભાઈ સાગર સીડ્સના ફેમિલી સીડ બિઝનેસમાં જોડાયા.
  2. ડૉ. જે.વી. મજમુદાર (દિલીપભાઈના પિતા), ભારતના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક પણ કંપનીને સહકાર આપતા હતા.
  3. મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ આપીને ખેડૂતોની સેવાઓ માટે બિયારણનો વ્યવસાય વિકસાવવાનો હતો.
  1. બિઝનેસનું વિભાજન.
  2. ન્યૂ સાગર સીડ્સ મજમુદાર પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું હતું.
  3. હેડક્વાર્ટર વતન, કલોલ, જીલ્લા પંચમહાલ, ગુજરાતમાં આવેલું હતું.
  4. સ્વતંત્ર વિકાસ માટે ઉમદા તક.
  5. ટર્નઓવર નાનું હોવા છતાં કામગીરી સારી હતી.
  1. R&D યુનિટ અમારા R&D ફાર્મ, કલોલ (પંચમહાલ) ખાતે શરૂ કરવામાં આવ્યું હતું.
  2. કંપનીને તેમના પિતાનો નૈતિક ટેકો હતો, જે ભારતના અગ્રણી પાક સુધારણા વૈજ્ઞાનિક હતા.
  3. સરકારી સંસ્થાઓ અને ICRISAT માં બિયારણ સંશોધનમાં 40 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ.
  1. 1985માં બિઝનેસ અમદાવાદ ખસેડાયો હતો
  2. શહેરને સીડ બિઝનેસ હબ ગણવામાં આવે છે.
  1. ICRISAT સાથે પર્લ મિલેટ (બાજરી) પાક સુધારણા પર સહયોગી રિસર્ચ કાર્યક્રમ.
  2. R&D યુનિટનું મજબૂતીકરણ
  3. માલિકીના હાઇબ્રિડ ઉત્પાદનો વિકસાવવા માટે વ્યવસ્થિત અને સાઉન્ડ રિસર્ચ સહાય પૂરી પાડવામાં આવી હતી.
  1. પ્રોપ્રાઇટરી ફર્મ, સાગરલક્ષ્મી એગ્રીસીડ્સ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના 1989માં થઈ હતી.
  2. આ સેટ-અપ સાથે વાસ્તવિક એક્સપાન્શન થયું.
  3. કંપનીએ સાગર શક્તિ અને સાગર મોતી જેવા પ્રોપ્રાઇટરી એરંડા ઉત્પાદનો દ્વારા ઝડપી દરે જબરદસ્ત વિકાસ હાંસલ કર્યો.
  1. સાગરલક્ષ્મી એગ્રીસીડ્સ પ્રાઈવેટ લિમિટેડને ટેકઓવર કરવા માટે એક ફોર્મેશન
  2. બે અલગ-અલગ કંપનીઓમાંથી, તે હવે એક બની ગઈ છે. અને પ્રોપ્રાઇટરી ફર્મમાંથી, તે પ્રાઈવેટ લિમિટેડમાં બદલાઈ ગઈ છે.
  1. સાગરલક્ષ્મીએ 10 થી વધુ નવા ઉત્પાદનો સફળતાપૂર્વક લોન્ચ કર્યા.
  2. અમારા ડિસ્ટ્રિબ્યુટર્સની યાદીમાં વધારો થયો છે, અને અમે 50 થી વધુ નવા ડિસ્ટ્રિબ્યુટર્સ મેળવ્યા છે.
  3. અમે સમગ્ર દેશમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા નવા પ્રદેશોમાં પણ પ્રવેશ કર્યો છે.

મેનેજમેન્ટ

Founder Dr. J V Majmudar was a world-renowned agriculture scientist who served the government from 1942 to 1971, holding various posts including Research Scientist Pearl millet (Bajra) at Main Bajra…

Co-Founder & Managing Director The legacy of Sagarlaxmi Agriseeds Pvt. Ltd. started in 1984 under the abled leadership of Mr. Dilip Majmudar whose knowledge, exposure, and training have brought the…

Director Recently joining the bandwagon is Mrs. Meera Shah, daughter of Mr. Dilip Majmudar. Her degree hails from the London School of Commerce and she joined the family business around…

ટીમ

સંસ્થા

અમારી કંપનીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે અમારી વચ્ચે એક મજબૂત જોડાણ છે, અને અમે અમારા લક્ષ્યોને સફળતાપૂર્વક હાંસલ કરવા માટે સતત એકબીજા સાથે ચર્ચા કરીએ છીએ. અમે શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરવા માટે બિયારણ ડીલરો, વેપારીઓ અને વિતરકો વચ્ચે મજબૂત જોડાણ ધરાવીએ છીએ. અમારી ડિસ્ટ્રિબ્યુશન ચેનલ એ અમારી સંસ્થાની લાઈફલાઈન છે. અને અમારી ચેનલને સશક્ત બનાવવા માટે અમે સતત જાણકારી અને ટ્રેનિંગ સેશન લઈએ છીએ જ્યાં દરેકને ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને શ્રેષ્ઠ પ્રેક્ટિસથી વાકેફ કરવામાં આવે છે. અમારા તમામ બિયારણોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે પહેલા ખેતરોમાં પરીક્ષણ કરવામાં આવે છે. માર્કેટિંગ ટીમ ટ્રાયલ અને ખેડૂતોની મિટિંગનું આયોજન કરે છે જેથી તેઓને અમારા નવા ઉત્પાદન અને તેમની પાસેના કોમ્પોનન્ટ્સ વિશે માહિતગાર કરવામાં આવે.

અમારા જોડાણમાં ગુજરાતમાં 35 ડિસ્ટ્રિબ્યુટર્સ અને 2000 ડીલરો તેમજ રાજસ્થાનમાં 5 ડિસ્ટ્રિબ્યુટર્સ અને 300 ડીલરોનો સમાવેશ થાય છે. અમારી ડિસ્ટ્રિબ્યુશન ચેનલ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવાથી અમને અમારા બિયારણના વ્યવસાય માટે એક મજબૂત અને લાભદાયી નેટવર્ક બનાવવાની શક્તિ મળી છે.